ગાંધીધામ, તા. 6 : સામખિયાળી રેલવે મથકે ચાલતી
ટ્રેનમાં દરવાજા પાસે ઊભેલા યુવાનના મોબાઇલને નીચે પાડી દઇ તેની ચોરી કરતા શખ્સ સામે
ગુનો દર્જ થયો હતો. વરસામેડીમાં રહેનાર ફરિયાદી આલમ સિદિક શેખા અને તેની માસીનો દીકરો
જાકુબ જુણેજા અજમેર દરગાહ જવા માટે આદિપુર રેલવે મથકે આવ્યા હતા. જ્યાં ભુજ બરેલી ટ્રેનમાં
ચડયા હતા. આ ટ્રેન સામખિયાળી રેલવે મથકે ઊભી હતી. બાદમાં ટ્રેન ચાલુ થતાં ફરિયાદી દરવાજા
પર જઇને ઊભો હતો ત્યારે તેના હાથમાં રૂા. 28,000નો મોબાઇલ હતો ત્યારે 25 વર્ષીય અજાણ્યા શખ્સે પાણીની બોટલથી યુવાનનો મોબાઇલ નીચે પાડી
દઇ તેની ચોરી કરી હતી. આ શખ્સે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું
હતું. ગાંધીધામ રેલવે મથક, ટ્રેનોમાં
વધતા જતા ચોરીના બનાવોના કારણે મુસાફરોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.