કોલંબો, તા. 6 : ભારતીય ટીમ આવતા સપ્તાહે શરૂ
થતી બે ટેસ્ટની શ્રેણી અગાઉ શુક્રવારથી શ્રીલંકા બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન વિરુદ્ધ ત્રણ
દિવસીય અભ્યાસ મેચ રમશે. ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા આ એકમાત્ર અભ્યાસ મેચમાં શ્રીલંકાના
સ્પિન બોલરો સામેની તૈયારી ચુસ્ત કરવાના ઇરાદે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. છેલ્લી બે
ઘરેલુ સિરીઝમાં ન્યુઝીલેન્ડ અને દ. આફ્રિકા વિરુદ્ધ ભારતીય બેટધરોની સૌથી મોટી નબળાઇ
સ્પિન બોલરો સામે સામે આવી હતી. શ્રીલંકાના વાતાવરણમાં પણ ભારતીય બેટધરો સામે સ્પિન
પડકાર સૌથી મોટો બની રહેશે. અભ્યાસ મેચમાં શ્રીલંકાની પીચ અને પરિસ્થિતિ અનુસાર બેટિંગ-બોલિંગની
તૈયારી ચકસવાનો ટીમ ઈન્ડિયા પાસે એકમાત્ર મોકો છે. ભારતીય ટીમ છેલ્લે 2017માં શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી
રમી હતી. એ પછી ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થઇ ચૂકયા છે. વર્તમાન ટીમમાં ફક્ત કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને શ્રીલંકામાં
ટેસ્ટ રમવાનો અનુભવ છે. બુમરાહન સ્થાને ટીમમાં સામેલ આકિબ નબી, નવા સ્પિનર સારાંશ જૈન, માનવ સુથાર, ગુરુનર બ્રારને અભ્યાસ મેચમાં સારો દેખાવ કરી ટેસ્ટ ઈલેવનનો દાવો રજૂ કરવાનો
મોકો મળશે. વનડાઉન બેટર સાઇ સુદર્શન હજુ અનફિટ છે. આથી તે આ મેચનો હિસ્સો બની શકશે
નહીં. અભ્યાસ મેચની શ્રીલંકાની 1પ ખેલાડીની ટીમ જાહેર થઇ છે. જેમાં મોટાભાગના અનકેપ્ડ ખેલાડી
પસંદ કરાયા છે. સોનલ દિનુશા ટીમનો કેપ્ટન છે.