ભુજ, તા. 6 : વ્યાજે નાણાં લીધા બાદ વધુ
વ્યાજની માગણી કરી ધાકધમકી કરતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે
ધીરેન લાલજી નાકરે નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી દસેક વર્ષ પૂર્વે કાપડની દુકાનના ધંધામાં
ખોટ જતાં રૂપિયાની જરૂરત હોવાથી આરોપી નારાણ ગૌરીશંકર જોશી (રહે. સહયોગ નગર, ભુજ) પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા. આ બાદ
વધુ નાણાંની જરૂરત પડતાં નાણાં લીધા અને આરોપી તેના ઓળખીતા પાસેથી પોતાનો 10 ટકા નફો ચડાવી માલ લેવડાવ્યો
હતો. આમ કુલ્લે રૂા. 4,75,000 લીધા
હતા. 2017થી નિયમિત વ્યાજ ચૂકવતાં તેનું
કુલ્લ વ્યાજ રૂા. 2,46,200 પણ
ચૂકવ્યું હતું. ફરિયાદીએ વધુ વ્યાજના નાણાં માગી ધાકધમકી કર્યાની વિગતો ફરિયાદમાં લખાવતાં
પોલીસે નાણા ધીરધાર તળે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.