મુંબઈ, તા. 6 : બોમ્બે હાઈકોર્ટેની ગોવા ખંડપીઠે
ગુરુવારે તહલકા મેગેઝિનના પૂર્વ તંત્રી તરુણ તેજપાલને દુષ્કર્મ કેસમાં દોષી ઠરાવીને
10 વર્ષની જેલની સજા આપી હતી.
અદાલતે તેજપાલને બે સપ્તાહમાં શરણે થઈ જવા જણાવ્યું હતું. વડી અદાલતના આ ફેંસલા બાદ
તેજપાલે કહ્યું હતું કે, અમે ફેંસલાથી
બહુ નિરાશ છીએ. સુપ્રીમ કોર્ટમાં જશું. કેટલાક લોકો રાજકીય બદલાની ભાવના સાથે 13 વર્ષથી મારી પાછળ પડયા છે.
અમે સાડા સાત વર્ષ સુધી ટ્રાયલ કોર્ટમાં કેસ લડયા,
જ્યાં કોર્ટે મને નિર્દોષ મુક્ત કર્યો, તેવું તહલકાના
પૂર્વ તંત્રીએ કહ્યું હતું. હાઈકોર્ટે સજા આપતાં જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે પુરાવાઓના સ્થાને ઘટના બાદ પીડિત મહિલાના વ્યવહાર પર વધુ ધ્યાન
આપ્યું. સાથોસાથ તેજપાલના માફી માગતા ઈ-મેઈલ જેવા મહત્ત્વના પુરાવાઓને કોઈ જ મહત્ત્વ
નીચલી અદાલતે આપ્યું નહોતું. આ મામલો નવેમ્બર 2013નો છે. તહલકાની મહિલા પત્રકારે
આરોપ મૂક્યો હતો કે, ગોવામાં યોજિત
`િથંક ફેસ્ટ' દરમ્યાન સાત નવેમ્બરની રાત્રે હોટેલની લિફ્ટમાં
તેજપાલે બે વાર દુષ્કર્મ કર્યું હતું. તેજપાલના વકીલે કહ્યું હતું કે, મામલો 13 વર્ષ જૂનો
છે, તરુણની ઉમર 62 વર્ષ છે. અમે સજાના ફેંસલાને
સુપ્રીમ કોર્ટમાં પડકારશું.