• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે દેશને મળશે કુશળ માનવબળ

પ્રવાસી પ્રતિનિધિ દ્વારા : ભોપાલ, તા. 6 : પીઆઇબી અમદાવાદ દ્વારા આયોજિત મીડિયા અભ્યાસ પ્રવાસ દરમિયાન ગુજરાતના પત્રકારોનાં પ્રતિનિધિમંડળે મધ્યપ્રદેશના સિહોર ખાતે આવેલી ભારત સરકારની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માનસિક આરોગ્ય પુનર્વસન સંસ્થાની  મુલાકાત લીધી હતી. માનસિક સ્વાસ્થ ને શશક્ત બનાવા આ ઇન્સ્ટિટયૂટ મહત્ત્વનું કાર્ય કરી રહી છે. આ ઇન્સ્ટિટયૂટનાં માધ્યમથી આગામી સમયમાં દેશને માનસિક સ્વાસ્થ્યની  સારવાર માટે કુશળ માનવબળ મળશે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તીકરણ વિભાગ અંતર્ગત કાર્યરત આ સંસ્થા દેશની નવમી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે. દિવ્યાંગોનાં સર્વાંગી ઉત્થાનનો ઉદ્દેશ ભારત સરકારે દિવ્યાંગતાના જુદાં જુદાં ક્ષેત્રો માટે શારીરિક દિવ્યાંગતા, દૃષ્ટિહીનતા, શ્રવણ અને વાચા સંબંધિત સમસ્યાઓ તથા બૌદ્ધિક દિવ્યાંગતા માટે વિવિધ સંસ્થાઓ સ્થાપી છે, પરંતુ ગઈંખઇંછ દેશની એકમાત્ર એવી વિશિષ્ટ સંસ્થા છે, જે સંપૂર્ણપણે માનસિક સ્વાસ્થ્ય, સારવાર, પુનર્વસન, તાલીમ, સંશોધન અને જનજાગૃતિ માટે સમર્પિત રીતે કાર્ય કરે છે.

માનસિક બીમારીની સારવાર અતિ અનિવાર્ય

સંસ્થાના નિયામક ડો. અખિલેશ શુક્લાએ જણાવ્યું હતું કે, માનસિક બીમારીથી શરમાવું કે તેને છુપાવવું નહીં, પણ તેની યોગ્ય સારવાર અને પુનર્વસન કરાવવું જોઈએ. અહીં માનસિક આરોગ્ય સંબંધિત કાઉન્સાલિંગ, મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન, ન્યૂરો-સાયકોલોજિકલ પરીક્ષણ, વિશેષ તાલીમ અને સમુદાય આધારિત પુનર્વસન સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

કુશળ માનવબળ તૈયાર કરાશે

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય પુનર્વસન સંસ્થા વિવિધ ડિપ્લોમા, પ્રમાણપત્ર અને અનુસ્નાતક અભ્યાસક્રમો દ્વારા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકિયાટ્રિક નર્સિંગ અને સ્પેશિયલ એજ્યુકેશન જેવાં ક્ષેત્રોમાં કુશળ માનવબળનું નિર્માણ કરી રહી છે. ભારતીય પુનર્વસન પરિષદ  અને બરકતુલ્લા યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માન્યતા પ્રાપ્ત વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તથા છઈઈં માન્ય કન્ટિન્યુઇંગ રિહેબિલિટેશન એજ્યુકેશન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આગામી સમયમાં ક્લિનિકલ સાયકોલોજી અને સોશિયલ વર્કમાં બેચલર તથા માસ્ટર કક્ષાના પદવી અભ્યાસક્રમો પણ શરૂ થવા જઈ રહ્યા છે.

માનસિક આરોગ્ય અંગે જાગૃતિ

શ્રી શુક્લાએ ઉમેર્યું કે, લોકોમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ અભિયાન, ક્રીનિંગ કેમ્પ અને આઉટરીચ કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા દિવ્યાંગજનો માટે રેલવે ભરતી બોર્ડ અને એસએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક કાચિંગ પૂરું પાડવામાં આવે છે, જેના થકી તાજેતરમાં એક વિદ્યાર્થીએ સફળતા મેળવી છે. દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા `પર્પલ મેળા'નું આયોજન કરાય છે.` આ ઉપરાંત, 0થી 6 વર્ષનાં બાળકો માટે ક્રોસ ડિસેબિલિટી અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર કાર્યરત છે. માનસિક આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને સુલભ બનાવવા સંસ્થાએ એમ્સ ભોપાલ, સહિત દેશની અગ્રણી 10થી વધુ સંસ્થા સાથે એમઓયુ પણ કર્યા છે.

Panchang

dd