• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ભુજના આઇકોનિક માર્ગના બીજા તબક્કાનું કામ શરૂ થતાં આનંદો

ભુજ, તા. 6 : શહેરમાં ગૌરવપથ બાદ નવું નામ મેળવનારા આઇકોનિક માર્ગ પર અધૂરું રહેલું કામ ફરી શરૂ કરાયું હતું અને ટૂંક સમયમાં જ કામગીરી પૂર્ણ કરાશે તેવી વિગતો પ્રાપ્ત થઇ હતી. ભુજના ખેંગારબાગથી મંગલમ્ જતા માર્ગને નવું આધુનિક `આઇકોનિક માર્ગ' નામ અપાયા બાદ નગરપાલિકા દ્વારા આ રસ્તાને વધુ નિખારવા કામગીરી હાથ ધરાઇ, પરંતુ પ્રથમ તબક્કામાં કામ કરાયા બાદ આગળના માર્ગે થોડો ભાગ બાકી રહી જતાં લોકોમાં અનેક તર્ક-વિતર્ક ઊઠયા હતા અને બાકી રહેલો માર્ગ થશે કે કેમ તેવા સવાલો પણ  ઉદ્ભવ્યા હતા.દરમ્યાન, આ અંગે સુધરાઇ પ્રમુખ શીતલભાઇ શાહ તથા કારોબારી ચેરમેન કમલ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, બાકી રહેલા માર્ગના ડિવાઇડરને સુશોભિત કરવાનું કામ શરૂ થઇ ગયું છે અને ટૂંક સમયમાં જ આખો માર્ગ તૈયાર થઇ જતાં ભુજવાસીઓને એક નવું આકર્ષણ મળશે તેવું ઉમેર્યું હતું.

Panchang

dd