લંડન, તા.6 : ઇંગ્લેન્ડના વિકેટકીપર - બેટર
જોસ બટલરે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. બટલર હવે પોલાર્ડથી
આગળ થયો છે અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
છે. બટલરે ગઇકાલે ધ હંડ્રેડ લીગમાં માંચેસ્ટર સુપર જાયન્ટ્સ તરફથી રમતા વેલ્શ ફાયર
ટીમ વિરુદ્ધ 20 દડામાં 6 છગ્ગા અને 2 ચોગ્ગાથી પ1 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. આ સાથે
જ તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો
બેટધર બની ગયો હતો. બટલરનાં નામે હવે ટી-20 ક્રિકેટમાં 492 ઇનિંગ્સમાં 14833 રન થયા છે જ્યારે વેસ્ટ ઇન્ડિઝના કિરોન પોલાર્ડનાં નામે 746 મેચમાં 14,803 રન છે. આ સૂચિમાં ત્રીજા સ્થાને
ક્રિસ ગેલ છે. તેણે 463 મેચમાં 14,પ62 રન કર્યા છે. આ પછી અનુક્રમે
એલેક્સ હેલ્સ (પ28 મેચ-14449 રન), ડેવિડ વોર્નર (439 મેચ-14284 રન) અને વિરાટ કોહલી (430 મેચ-14218 રન) છે. પોતાના રેકોર્ડ બાદ
બટલરે કહ્યું કે ભવિષ્યમાં મારો રેકોર્ડ ભારતનો યુવા બેટર વૈભવ સૂર્યવંશી તોડી શકે
છે.