ન્યૂયોર્ક, તા. પ
: દુનિયાનો બીજા નંબરનો ટેનિસ ખેલાડી સ્પેનનો કાર્લોસ અલ્કરાજ હજુ અનફિટ છે. કાંડાની
ઇજાને લીધે તે બે મોટી ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપન અને વિમ્બલ્ડન ગુમાવી ચૂકયો છે. તે આવતા
સપ્તાહથી શરૂ થતી હાર્ડ કોર્ટ ટૂર્નામેન્ટ સિનસિનાટી ઓપનથી વાપસી કરવા ઇચ્છુક હતો,
પણ અનફિટ હોવાથી અલ્કરાજ આ ટૂર્નામેન્ટમાંથી પણ ખસી ગયો છે. સિનસિનાટી
ઓપન યૂએસ ઓપનની તૈયારી માટેની મહત્વની સ્પર્ધા છે. કાર્લોસ અલ્કરાજ યૂએસ ઓપનથી કોર્ટ
પર પુનરાગમ કરવા માંગે છે.