• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

હવે મુંદરા - અમદાવાદ વચ્ચે 17મીથી સીધી હવાઈસેવા

મુંદરા, તા. 6 : તાજેતરમાં એકસાથે સાત ફ્લાઈટથી મુંદરા અદાણી એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન થયું હતું એ મુંદરા એરપોર્ટથી અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદની સીધી ફ્લાઈટનો પ્રારંભ થઈ રહ્યો છે.  ગુજરાતનાં આર્થિક પાટનગર અમદાવાદ અને દેશના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ મુંદરા વચ્ચે સીધી ઉડ્ડયન સેવાનો આગામી 17 ઓગસ્ટથી આરંભ થઈ રહ્યો છે. સ્ટાર એર દ્વારા એમની ફ્લાઈટના જાહેર કરેલા સમયપત્રક મુજબ, સોમ, બુધ અને શુક્રવારે અમદાવાદથી સવારે 6:40 વાગે નીકળીને 7. 30 વાગે મુંદરા પહોંચશે અને આજ દિવસે મુંદરાથી સાંજે 6:40 વાગ્યે ઉપડીને 7.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એર ટેક્સી દ્વારા ચાર સીટર નાનું વિમાન અમદાવાદ સાથે જોડાયેલું હતું, પરંતુ હવે સ્ટાર એર મોટી ફ્લાઈટ શરૂ કરે છે.

Panchang

dd