ગાંધીધામ,તા.6: ભુજ ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં
કચ્છ જિલ્લાના ઉદ્યોગ અને વેપાર- વ્યવસાયને સ્પર્શતા વિવિધ પ્રશ્નો સંદર્ભે બેઠક યોજાઈ
હતી.જેમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધી મંડળ ધ્વારા કચ્છમાં લાંબા ગાળાના
વિકાસની સ્પર્શતા મુદાઓ ઉપરાંત જી.આઈ.ડી.સી, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ સહિતના મુદે રજૂઆત કરી હતી. આ બેઠકમાં ચેમ્બર પ્રમુખ
તેજાભાઈ કાનગડ ધ્વારા ગ્રીન એનર્જી, રમતગમત, શિક્ષણ,ઔદ્યોગિક ઈન્ફાસ્ટ્રકચર અને જી.આઈ.ડી.સી સુધારાઓ
વિગેરે મુદે ભાર પૂર્વક રજૂઆત કરી હતી. ચેમ્બર
પ્રતિનિધી મંડળમાં પૂર્વ પ્રમુખ બચુભાઈ આહીર અને મહેશ પુંજે ગ્રીન હાઈડ્રોજન અને રીન્યુએબલ એનર્જી પ્રોજેકટ્સ
માટે જરૂરી ટ્રાન્સમિશન લાઈનોને લગતા સ્થાનિક પ્રશ્નોનુ નિરાકરણ,મીઠાની લીઝ રીન્યુ,વેરહાઉસ અને ગોડાઉનમાં ફાયર સેફટીના
નિયમોમાં વ્યવહારૂ સુધારા,કચ્છમાં સ્પીપા સેન્ટરની સ્થાપના,ગાંધીધામમાં આધુનિક સુવિધાથી સજજ રમતગમત સંકુલની સ્થાપનાની રજૂઆત કરી હતી.
ચેમ્બરના કારોબારી સભ્ય ડેનુ કપાનિયાએ જી.આઈ.ડી.સી વિસ્તારમાં પાયની સુવિધાઓ સહિતના
મુદે રજૂઆત કરી ખાસ કરીને ભદ્રેશ્વર જી.આઈ.ડી.સીમાં પ્લોટના ભાવ બજાર કિંમત કરતા વધુ
હોવાથી ઉદ્યોગકારોન પ્રતિસાદ ન મળતો હોવાની
વાત કરી હતી. ચેમ્બરના મંત્રી મહેશ તિથાર્ણીએ રજૂઆતને ટાંકીને જણાવ્યુ હતુ કે કચ્છના
વેપાર-ઉદ્યોગ અને યુવા શકિતના સર્વાંગી વિકાસ માટે માત્ર રોકાણો પુરતા નથી પરંતુ યોગ્ય
નીતીઓ,સુલભ પ્રક્રિયાઓ, અને મજબૂત માળખાકીય
સર્વાંગી એટલી જ જરૂરી છે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાએ તમામ પ્રશ્નોએ યોગ્ય
રીતે સાંભળીને સંબધિત અધિકારીઓઁ જરૂરી સૂચના આપી હૈયાધારણ આપી હતી.