• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

ભુજમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત આઠ ખેલી પકડાયા

ભુજ, તા. 6 : શહેરના ગણેશનગરમાં મકાનના આંગણામાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત આઠ ખેલીને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજે સાંજે એ-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, જયાબેન જયંતીલાલ રાજગોરના મકાનનાં આંગણામાં જુગાર રમાઇ રહ્યો છે. પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા જયાબેન ઉપરાંત કલ્પનાબેન ભરતભાઇ સોની, અમરતબેન વેલજીભાઇ ગઢવીરેખાબેન કરસનભાઇ સોલંકી, રીનાબેન કીર્તિભાઇ સોની, તારાબેન દૈવતસિંહ જાડેજા, નરપતસિંહ પીરસિંહ સોઢા અને રાજેન્દ્રસિંહ માનસંગજી સોઢા (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 12,430ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd