• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

યુવાઓ હેન્ડલૂમથી ખરીદી કરી વીડિયો બનાવે : મોદીની અપીલ

નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આવતીકાલે 7 ઓગસ્ટ છે. ચાલો, આપણે ભારતની હેન્ડલૂમ વિવિધતાને લોકપ્રિય બનાવીએ. પીએમ મોદીએ યુવાનોને અપીલ કરી છે કે, તમે બધાએ ગયા અઠવાડિયે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી હતી, તે જ રીતે 7 ઓગસ્ટના હેન્ડલૂમ ડેની ઉજવણી કરો, હેન્ડલૂમની ખરીદી કરો. મોદીએ કહ્યું હતું કે, `આપણે 7 ઓગસ્ટ, 1905 ભૂલી જવાનું નથી. સ્વદેશી આંદોલન 7 ઓગસ્ટ 1905ના શરૂ થયું. અને આત્મસન્માન સાથેના ભારતનો પાયો નાખવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે તમે મિત્રતા દિવસની ઉજવણી કરી હતી, ત્યારે હું તમને વિનંતી કરું છું કે, 7 ઓગસ્ટ હેન્ડલૂમ ડેની આપણે ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવણી કરીએ. દરેક ગરીબ કુટુંબ, વણકર પરિવારો, પોતાના હાથથી બનાવી તેમના નાના લૂમ્સ પર કપડાં બનાવે છે, હવે નવી નવી વિવિધતા આવી છે. તમે આવી વિવિધતા સાથે વીડિયો કરીને વિશ્વની સામે તમારા દૃષ્ટિકોણને પણ મૂકી શકો છો. લોકોને પ્રેરણા મળી શકે છે. અમારું કામ આત્મનિર્ભર ભારત બનાવવાનું છે, આ નાના ગરીબ પરિવારોને પણ સમૃદ્ધ બનાવવાનું છે. ચાલો, આપણે આપણી જાતને હેન્ડલૂમમાંથી કંઈક મેળવીએ.

Panchang

dd