મુંબઇ, તા.6: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ
માટે ફિટનેસ નિયમો વધુ આકરા બનાવવામાં આવ્યા છે. આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસના ખરાબ
દેખાવ બાદ બીસીસીઆઇએ ફિટનેસ ટેસ્ટ વધુ કડક બનાવ્યો છે. ભારતીય ક્રિકેટરોએ ફિટનેસ ટેસ્ટ
કલીયર કરવા માટે બે પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. જેમાં એક બ્રોંકો ટેસ્ટ
અને બીજો બે કિલોમીટરની દોડ છે. બ્રોંકો ટેસ્ટ માટે 6 મિનિટનો સમય મળે છે. હવે તેમાં ફેરફાર કરાયો
છે. આ ટેસ્ટ હવે પ મિનિટ અને 20 સેકન્ડમાં
પાસ કરવાની રહેશે. આ પછી તુરત બે કિલોમીટરની દોડ 9થી 10 મિનિટની અંદર
પૂરી કરવાની રહેશે. બ્રોંકો ટેસ્ટમાં પાંચ સેટ હોય છે. દરેક સેટમાં ખેલાડીએ 20 મીટર અપ-ડાઉન, 40 મીટર અપ-ડાઉન
અને 60 મીટર અપ-ડાઉનની દોડ કરવાની
હોય છે. સેટની વચ્ચે કોઇ બ્રેક હોતો નથી. રિપોર્ટ અનુસાર ઝડપી બોલર હર્ષિત રાણા પોતાના
વધુ વજનને લીધે આ ટેસ્ટ પાસ કરી શકયો નથી. ત્યારે તેનું વજન 97 કિલો હતું. જેમાંથી 10 કિલો ઓછું કરવાની તે કવાયત
કરી રહ્યો છે. બીસીસીઆઇએખેલાડીઓ વધુ ચુસ્ત રહે એ માટે ટીમના ફિઝિયો કમલેશ જૈન પાસે
જવાબ માંગ્યા છે. એવી પણ ખબર સામે આવી છે કે કમલેશ જૈન ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયાના સપોર્ટ
સ્ટાફમાંથી બાકાત થશે.