ભુજ, તા. 30 : તાલુકાના કેરા ખાતે રાજદેવ
મતિયાદેવ ગ્રુપ, કુંદનપુર દ્વારા આયોજિત
અખિલ મહેશ્વરી સમાજ ક્રિકેટ ડે ટૂર્નામેન્ટમાં સુપર 8 જેમ કુલ 16 ટીમે ભાગ લીધો હતો. સેમિફાઇનલમાં
કેરા, નાની તુંબડી, દેવપુર અને
ભારાપરની ચાર ટીમોએ સ્થાન મેળવ્યું હતું. નાની તુંબડી અને દેવપુર વચ્ચેના રોમાંચક ફાઇનલ
મુકાબલા બાદ દેવપુરની ટીમ વિજેતા બની હતી, જ્યારે નાની તુંબડી
રનર-અપ રહી હતી. કેરાના એચજેડી સૈનિક સ્કૂલના ઓનર જગદીશ હાલાઈ તરફથી ટ્રોફીઓનું દાન
આપવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત કેરા સદસ્ય
પ્રવીણ આહીર, પૂર્વ તા. પં. સદસ્ય કેરા બડુબા જાડેજા તથા બેરાજાના
ઉપસરપંચ સુરેશ મહેશ્વરી તરફથી દાન આપવામાં આવ્યું હતું. આયોજકોએ દાતાઓનો આભાર વ્યક્ત
કર્યો હતો.