• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ભુજમાં 276 બિયરનાં ટીન સાથે એક શખ્સ જબ્બે

ભુજ, તા. 30 : શહેરના ભીડ નાકા બહાર ભૂતેશ્વર ફળિયાનાં એક મકાન ઉપર એલસીબીએ દરોડો પાડી 276 બિયરનાં ટીન કિ. રૂા. 1,11,628ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે આ કામના અન્ય ત્રણ આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આજે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ભૂતેશ્વર ફળિયામાં રહેતા સાજિદ રેહમતુલ્લા મોખા તથા તેનો ભાઈ સિકંદર બહારથી અંગ્રેજી પ્રકારનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પોતાનાં ઘરે લઈ આવી છૂટક વેચાણ કરે છે. આ બાતમીનાં પગલે દરોડો પાડતાં બિયરનાં ટીન નંગ 276 કિં રૂા. 1,11,628, એક મોબાઈલ કિ. રૂા. 5,000 એમ કુલ રૂા. 1,16,628ના મુદ્દામાલ સાથે સાજિદને ઝડપી લીધો હતો. આ બિયરનાં ટીન આરોપી વિનોદ અજીતસિંહ ચુડાસમા (રહે. બાબાવાડી, માંડવી) તથા ઈનાયત હુસેનખાન બલોચ (રહે. માંડવી) આપી ગયાનું જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસમાં ચારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી ત્રણ આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આ કામગીરીમાં એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ રાઠોડ, નીલેશભાઈ ભટ્ટ, હે.કો. ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવી જોડાયા હતા. 

Panchang

dd