ભુજ, તા. 30 : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના
ચેરમેન હિમાંજ્ય પાલીવાલના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી ખાતે કુલપતિ મોહનભાઈ પટેલ, રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર, સંસ્કૃત વિભાગના વડા કે.એમ. ત્રિવેદી, સંસ્કૃતના અધ્યાપકની
ઉપસ્થિતિમાં સંવાદ-સંગોષ્ઠિનું આયોજન કરાયું હતું. ચેરમેન દ્વારા ગુજરાત રાજ્યમાં સંસ્કૃત
ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અમલમાં મૂકાયેલી યોજનાઓ વિશે ચર્ચા કરાઈ હતી. ભવિષ્યમાં
સંસ્કૃત ભાષાનો વિકાસ સમગ્ર રાજ્ય, દેશભરમાં કેવી રીતે કરી શકાય
તે બાબતે ઉપસ્થિતોનાં મંતવ્યો જાણવામાં આવ્યાં હતાં. સંકલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી
ભુજના જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડેલ અધિકારી જી.જી. નાકર અને જિગર દવે દ્વારા કરાયું
હતું.