• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ગેરકાયદે લાકડાંના કોલસા ભરેલી ટ્રક ઝડપતી વાયોર પોલીસ

ભુજ, તા. 30 : પાસ-પરમિટ વિના ગેરકાયદે રીતે લાકડાંના કોલસાનું વહન કરતી ટ્રક વાયોર પોલીસે ઝડપી પાડી હતી. ગઈકાલે વાયોર પોલીસે લાકડાંના કોલસા ભરેલી ટ્રકને ઊભી રખાવી ચાલક યોગેશકુમાર સૂર્યમણિ ઉપાધ્યાય (રહે. ઉત્તરપ્રદેશ) પાસે ટ્રકમાં ભરેલા કોલસાના પાસ -પરમિટની માંગ કરતાં તેની પાસે ન હોઈ 8400 કિ.ગ્રા. લાકડાંનો કોલસો કિં. રૂા. 1,60,000 તથા ટ્રક કિં. રૂા. આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગ તરફ મોકલી આપ્યા હતા. આ કામગીરીમાં વાયોરના પી.આઈ. એચ.આર. બારોટ, એ.એસ.આઈ. ડાયાભાઈ કે. ગઢવી, હે.કો. વિક્રમભાઈ ડી. ચૌધરી, કોન્સ. ઓમદેવસિંહ બી. રાણા, દિનેશભાઈ સભાડ જોડાયા હતા. 

Panchang

dd