નખત્રાણા, તા. 30 : મોટી વિરાણી એ નખત્રાણા નગરપાલિકાનું
જોડિયું ગામ છે. અહીંના ખુથા ડુંગર પાસેના માર્ગમાં કોઇ વાહનના હડફેટે આવી જતા નોળિયાનું
મોત થતાં જીવદયાપ્રેમીઓએ અફસોસ વ્યક્ત કર્યો હતો. નોળિયા, સર્પ, જંગલી કાચબા સહિતના
સીમાડાના વન્યજીવો વાહનો તળે આવી જતાં મોત
નીપજે છે. આ સમસ્યાના મૂળમાં લગ્નપાર્ટી, વિવિધ પ્રસંગોપાત યોજાતા
સમારંભમાં વપરાતી પ્લાસ્ટિક- કાગળની ડિશ, અંઁઠવાડ રસ્તાની બાજુમાં
ફેંકવામાં આવે છે. અહીં તેને આરોગવા આવતા જીવજંતુ રસ્તો ક્રોશ કરતાં વાહનોની હડફેટે
આવી જતાં મોતને ભેટે છે. જંગલી જીવોને બચાવવા જ્યાં ત્યાં કચરો કે ગંદકી ન કરવા તેમજ પ્લાસ્ટિકવાળી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ
થાય તે ખૂબ જરૂરી છે, જેથી આવા જંગલી જીવોને બચાવી શકાય.