દુબઇ, તા.29 : ભારતીય કપ્તાન શુભમન ગિલ આઇસીસી
વન ડે બેટિંગ ક્રમાંકમાં ફરી નંબર વન બેટધર બની ગયો છે. તેણે કિવિઝ બેટસમેન ડેરિલ મિચેલને
પાછળ રાખીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. મિચેલ આ વર્ષે જાન્યુઆરીથી ટોચના સ્થાન
પર હતો, તે તાજેતરમાં વિન્ડિઝ સામેની શ્રેણી રમ્યો ન
હતો. આથી તેને નુકસાન થયું હતું. બીજી તરફ ગિલે ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં 188 રન કર્યા હતા. જેનો તેને ફાયદો
થયો હતો. શુભમન ગિલ તેની કારકિર્દીમાં ત્રીજીવાર વન ડે ફોર્મેટમાં નંબર વન બેટધર બન્યો
છે. જ્યારે 15 વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીએ ટી-20 ક્રમાંકમાં 230 સ્થાનની લાંબી છલાંગ લાગવી
છે. વૈભવે ઝિમ્બાબ્વે સામેની 3 મેચની ટી-20 શ્રેણીમાં બે અર્ધસદીથી 1પ1 રન કર્યા હતા. જેનો તેને ફાયદો મળ્યો છે અને 48મા ક્રમે આવી ગયો છે. જયારે ટી-20 બેટિંગ ક્રમાંકમાં ઇશાન કિશન
910 રેટિંગ સાથે ટોચ પર યથાવત છે.
પાક.નો સાહિબઝાદા ફરહાન બીજા અને ભારતનો અભિષેક શર્મા ત્રીજા ક્રમે છે. તિલક વર્મા
ફાયદા સાથે 6 નંબર પર છે. ભારતીય કપ્તાન શ્રેયસ અય્યર
સાત સ્થાન ઉપર આવી 24મા ક્રમે
પહોંચી ગયો છે.