• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ચેક પરતમાં એક વર્ષની કેદ,બમણી રકમ ચૂકવવા હુકમ

ભુજ, તા. 30 :  રૂા. 10 લાખના ચેક પરત કરવાના કેસમાં આરોપી નીલેશ ઉમેશચંદ્ર વૈદ્ય (ભુજ)ને એક વર્ષની કેદ તથા ચેકની બમણી રકમ એટલે કે રૂા. 20 લાખ વળતર પેટે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. ફરિયાદી વૈભવ વિજયભાઈ શાહ (ભુજ)એ આરોપી નીલેશ વૈદ્ય (ભુજ)ને રૂા. 10 લાખ રોકડા આપ્યા હતા, જેની ચૂકવણી પેટે આપેલો ચેક અપૂરતાં ભંડોળના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ચીફ. જ્યુ. મેજિ. એમ.એમ. કુરેશીએ ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી આરોપી નીલેશને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની બમણી રકમ એટલે કે, રૂા. 20 લાખ છ માસમાં ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા અને જો વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો વધુ બે માસની કેદનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ તરીકે બી.એમ. ધોળકિયા અને ડી.એમ. જાડેજા હાજર રહ્યા હતા. 

Panchang

dd