• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ભુજમાં રાતી તળાવડીની સફાઈ કરવા રહેવાસીઓની માંગ

ભુજ, તા. 30 : શહેરના જયપ્રકાશનગર નજીક આવેલી રાતી તળાવડીના પુલ પાસે સફાઈ ન થતાં ગંદકી અને દુર્ગંધથી આસપાસના રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે. આ અંગે રહેવાસી નરેન્દ્રભાઈ ગોરે જણાવ્યું કે, રાતી તળાવડી અને તેના પુલમાં છેલ્લા આઠ-દસ વર્ષથી સફાઈ જ નથી થઈ. તળાવમાં આઠ-દસ ફૂટનાં ઝાડ ઊગી ગયાં છે. દુર્ગંધ અને ગંદકીને પગલે ઘરોમાં રહેવું મુશ્કેલ બને છે. તેમણે ઉમેર્યું કે, હમીરસર ઓગન્યા બાદ તેનું પાણી આ તળાવડી મારફતે રૂદ્રમાતા ડેમમાં જાય છે અહીં પમ્પિંગ સ્ટેશન પણ વર્ષોથી બંધ પડયું છે. સફાઈ અંગે નાળાં સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનારાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, તળાવડી અને પુલ નીચે પાણી ભરાયાં હોવાથી સફાઈ નહીં થઈ શકે તેવું શ્રી ગોરે જણાવી ઉમેર્યું કે નગરપાલિકા સત્વરે સફાઈ કરાવે તે જરૂરી છે. 

Panchang

dd