• શુક્રવાર, 31 જુલાઈ, 2026

સંવાદથી સમસ્યાઓ ઉકેલી શકાય

માંડવી, તા. 30 : એવી કોઈ  સમસ્યા નથી હોતી જે પારસ્પરિક મુલાકાત અને સંવાદનાં માધ્યમ વડે ઉકેલી ન શકાય  તેવું બાંગલાદેશ ખાતેના ભારતીય હાઈકમિશનર દિનેશ ત્રિવેદીએ બુધવારે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયમાં  વિદેશમંત્રી  ખલીલુર રહેમાન અને વિદેશ રાજ્યમંત્રી શમા ઓબેદ ઈસ્લામ સાથેની અલગ-અલગ મુલાકાતના અંતે પત્રકારો સાથેના  સંવાદમાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, એકવાર આ પડોશી દેશના વડાપ્રધાન તારીક રહેમાન ભારતની મુલાકાત લેશે, પછી બધું રચનાત્મક રીતે આગળ વધશે.  ભારત તરફથી બાંગલાદેશના વડા પ્રધાનને બે અલગ-અલગ આમંત્રણો વિશે પૂછવામાં આવતાં હાઈકમિશનરે કહ્યું કે, તે વડાપ્રધાનનો વિશેષાધિકાર છે. `અમારા તરફથી, હું તમને ખાતરી આપી શકું છું કે, અમે બાંગલાદેશના વડાપ્રધાનનું ભારતમાં સ્વાગત કરવા આતુર છીએ. અમને ખૂબ આશા છે કે, આ મુલાકાત નજીકના ભવિષ્યમાં થશે.તિસ્તા અને ગંગા જળ સંધિઓ - દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઉચ્ચાયુક્તે કહ્યું હતું કે, `આજની મુલાકાત મુખ્યત્વે સૌજન્ય મુલાકાત હતી, જો કે, એવો કોઈ મુદ્દો નથી કે જેને પરસ્પર સમજણ દ્વારા ઉકેલી ન શકાય. લોકશાહી અને તેમના નાગરિકો બંને માટે જે પણ ફાયદાકારક છે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.' તેમણે કહ્યું કે, સંધિ નવીનીકરણ અંગે ભારત અને બાંગલાદેશ બંને પાસે સક્રિય કાર્યકારી જૂથો છે. `આ કાર્યકારી જૂથો ચોક્કસપણે મળશે અને ચર્ચા કરશે. જેમ મેં કહ્યું હતું, એવી કોઈ સમસ્યા નથી જેનું નિરાકરણ ન આવી શકે. કાર્યકારી જૂથો સક્રિયપણે પોતાનો ભાગ ભજવશે અને એકવાર વડાપ્રધાન ભારતની મુલાકાત લેશે, પછી વસ્તુઓ રચનાત્મક રીતે આગળ વધશે.'   તેમણે કહ્યું કે, તેમની વચ્ચે ખૂબ જ સારી બેઠક થઈ જે ખૂબ જ સકારાત્મક પગલું છે. `િમાટિંગો ખૂબ જ ગરમ વાતાવરણમાં થઈ.' `હું કહી શકું છું કે ઐતિહાસિક રીતે, સાંસ્કૃતિક રીતે અને ક્રિકેટ જેવી રમતોમાં પણ આપણા સંબંધો ઊંડા છે.  ભારત, 12-13 સપ્ટેમ્બરના નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ શિખર બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે, વડાપ્રધાન તારિક રહેમાનને આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે જે વૈશ્વિક સહયોગ, વેપાર અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

Panchang

dd