ગ્લાસગો, તા. 30 : કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ
રચનારા પેરા એથ્લેટ દિલીપ ગાવિતના શાનદાર સુવર્ણ,
મોહમ્મદ બાસિલ અને મુરલી શ્રીશંકરના રજત ચંદ્રકથી ભારત મેડલ ટેલીમાં
8મા ક્રમે છે. ભારતના ખાતામાં 3 ગોલ્ડ,
9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મળી કુલ 1પ મેડલ છે. ગઇકાલે કોમનવેલ્થ ગેમ્સમાં પેરા એથ્લેટ દિલીપ મહાદુ
ગાવિત ભારતને ત્રીજો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. પુરુષોની પેરા 100 મીટર ટી47 કેટેગરીની રેસમાં તે પહેલા
સ્થાને રહ્યો હતો. દિલીપ કોમનવેલ્થ ગેમ્સમાં રેસિંગમાં ગોલ્ડ મેડલ જીતનારો પહેલો પેરા
એથ્લેટિકસ ખેલાડી બન્યો છે. તેણે આ રેસ 10.71 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ
કબજે કર્યો હતો. જયારે બીજા સ્થાને પણ ભારતીય પેરા ખેલાડી મોહમ્મદ બાસિલ રહ્યો હતો
અને રજત ચંદ્રક જીત્યો હતો. તેણે 10.38 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. ઇંગ્લેન્ડનો કેવિન સેંટોસ 10.8પના સમય સાથે બ્રોન્ઝ મેડલનો
હકદાર બન્યો હતો. આ ઉપરાંત લોંગ જમ્પમાં ભારતના સ્ટાર એથ્લેટ મુરલી શ્રીશંકર રજત ચંદ્રક
જીતવામાં સફળ રહ્યો હતો. તેણે 8.09 મીટરનો લાંબો
કૂદકો લગાવ્યો હતો અને ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો. જમૈકાનો એથ્લેટ તાજે ગેલ 8.1પ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલનો
હકદાર બન્યો હતો. યજમાન દેશ સ્કોટલેન્ડના ખેલાડી સ્ટીફન મેંકેજી 8.08 મીટરના જમ્પ સાથે ત્રીજા સ્થાને
રહ્યો હતો અને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેણે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ રજત ચંદ્રક જીત્યો હતો. લોંગ
જમ્પમાં કોમનવેલ્થ ગેમ્સમાં ઉપરાઉપરી બે મેડલ જીતનાર મુરલી શ્રીશંકર ભારતનો પહેલો ખેલાડી
બન્યો છે. ચિત્રાવેલ અને પ્રભુ ટ્રિપલ જમ્પ ફાઈનલ માટે ક્વોલિફાય રાષ્ટ્રીય રેકોર્ડ
ધારક પ્રવીણ ચિત્રોઁવેલ અને સેલ્વા પ્રભુ ગુરુવારે અહીં ક્વોલિફિકેશન રાઉન્ડમાં અનુક્રમે
બીજા અને ત્રીજા સ્થાને રહ્યા બાદ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોના ટ્રિપલ જમ્પ ફાઈનલ રાઉન્ડમાં
આગળ વધ્યા હતા.