• શુક્રવાર, 31 જુલાઈ, 2026

કોમનવેલ્થ ટીટી ચેમ્પિયનશિપમાં ભારતનો સપાટો : પુરુષો અને મહિલા ટીમ ટાઇટલ જીત્યા

નવી દિલ્હી, તા. 30  (પીટીઆઈ) : ગુજરાતના માનુષ શાહે શાનદાર પ્રદર્શન કરતાં ગુરુવારે અહીં 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની પુરુષ ટીમે 3-2થી મજબૂત મલેશિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. અગાઉ, મહિલા ટીમે પણ ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે મલેશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં દમદાર વિજય નોંધાવ્યો હતો. ચોથી મેચમાં માનવ ઠક્કરે ક્વિ શેન વોંગ પર 2-0ની લીડ મેળવી લેતાં આ મેચ ભારત માટે આરામદાયક જીત તરફ આગળ વધી રહી હતી. જો કે, 204મા ક્રમાંકિત મલેશિયન ખેલાડીએ શાનદાર વાપસી કરીને વિશ્વના 41મા ક્રમાંકિત ખેલાડી માનવને 2-3થી હરાવ્યો હતો અને સ્પર્ધા 2-2થી બરાબર કરી હતી જેના કારણે ટાઇટલનો મદાર વિશ્વના 40મા ક્રમાંકિત ખેલાડી માનુષ શાહ સાથેની પાંચમી અને અંતિમ મેચ પર રહ્યો હતો. તેણે નિર્ણાયક મેચમાં  જાવેન ચુંગ સામે પ્રભુત્વ મેળવ્યું હતું અને સીધી ગેમમાં આરામદાયક વિજય મેળવીને ભારત માટે ગોલ્ડ મેડલ  નિશ્ચિત કર્યો હતો.  મહિલા વિભાગની ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-0થી હરાવ્યું હતું. સ્વિસ્તિકાએ 2-1થી આગળ રહ્યા બાદ એક રમત ગુમાવી દીધી હતી, પણ આખરે જીત મેળવી હતી. એશિયન ગેમ્સની ટીમમાં પસંદગી થયા પછી વિશ્વ રેન્કિંગમાં 67મા ક્રમે આવી ગયેલી શ્રીજા અકુલા અને યશસ્વિનીએ પણ વિજય હાંસિલ કર્યા હતા. 

Panchang

dd