મુંબઇ, તા. 30 : ટીમ ઇન્ડિયાના એક સમયના સંકટમોચક
ગણાતા અનુભવી બેટધર અજિંકય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. રહાણેએ
આજે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાવુક પોસ્ટ મુકીને પોતાની લાંબી અને સફળ ક્રિકેટ
કેરિયરને અલવિદા કર્યાંનું જાહેર કર્યું હતું. તે હવેથી આઇપીએલ પણ રમશે નહીં. 38 વર્ષીય રાહણેએ તેની ભાવુક પોસ્ટમાં
લખ્યું કે કેપ નંબર 278, હવે અહીં
જ વિરામ. વર્ષો સુધી મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સહુનો આભાર. હંમેશાં આપનો આભારી
રહીશ. રહાણે એવા ભારતીય ક્રિકેટરમાં સામેલ છે જેણે ટેસ્ટ, વન ડે અને ટી-20માં ટીમ ઇન્ડિયાની કપ્તાની કરી. જો કે તે
દરેક વખતે ઈનચાર્જ કેપ્ટનની ભૂમિકામાં રહેતો.
તે 2023માં છેલ્લી ઇન્ટરનેશનલ મેચ
રમ્યો હતો. રહાણે ભારત તરફથી 85 ટેસ્ટ, 90 વન ડે અને
20 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. ત્રણેય
ફોર્મેટના મળીને 8414 રન છે. આ
દરમિયાન 1પ સદી અને પ1 અર્ધસદી બનાવી હતી. આઇપીએલમાં તે પાછલી
બે સીઝનથી કેકેઆરનો કપ્તાન હતો. તે આઇપીએલમાં 6 ટીમ તરફથી રમી ચૂકયો છે. જેમાં તેના નામે 212 મેચમાં 2 સદી અને 3પ અર્ધસદીથી પ367 રન છે. રહાણેની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 2020-21માં ભારતીય ટીમનો 4 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી ઐતિહાસિક વિજય થયો હતો. રહાણેને 85 ટેસ્ટમાં 38.46ની સરેરાશથી પ077 રન કર્યાં છે. જેમાં 12 સદી અને 26 અર્ધસદી છે.
90 વન ડેમાં 3 સદી અને 24 અર્ધસદીથી 2962 રન છે. જયારે 20 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 375 રન છે.