ગ્લાસગો તા.30 : ભારતનો સ્ટાર એથ્લેટ નિરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંક
સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યો છે. ગ્લાસગોમાં ઠંડી અને વિપરિત હવાની પરિસ્થિતિ વચ્ચે
નિરજ ચોપરાએ 79.61 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે
કવોલીફાય રાઉન્ડમાં પાંચમા ક્રમે રહી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતના અન્ય બે ભાલા
ફેંક ખેલાડી રોહિત યાદવ 78.37 મીટરના થ્રો
સાથે નવમા ક્રમે રહીને અને યશવીર સિંહ 78.36 મીટરના થ્રો સાથે 10મા નંબરે રહીને ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા છે. પાકિસ્તાનનો પેરિસ
ઓલિમ્પિકનો વિજેતા ખેલાડી અરશદ નદીમ 78.63 મીટર દૂર થ્રો કરી શકયો હતો અને સાતમા ક્રમે રહી ફાઇનલમાં પહોંચ્યો
છે. શ્રીલંકાના રૂમેશ પાથિરાજ 82.84 મીટરના થ્રો
સાથે કવોલીફાય રાઉન્ડમાં પહેલા સ્થાન પર રહી ફાઇનલમાં પહોંચ્યો છે.