• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

ઓમાન સામે ભારતીય ફૂટબોલ ટીમની પહેલી જીત

હિસોર (તાજિકિસ્તાન), તા.9 : ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ ઓમાનને રસાકસી પછી પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 ગોલથી હાર આપીને સીએએફએ નેશન્સ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહી છે. ભારતીય ફૂટબોલ ટીમે ઓમાન ટીમને પહેલીવાર હાર આપી હતી અને કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. નિર્ધારિત અને વધારાના સમય બાદ બન્ને ટીમ 1-1 ગોલની બરાબરી પર રહી હતી. આથી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો. શૂટઆઉટમાં ભારતથી સારો ક્રમાંક ધરાવતી ઓમાન ટીમે પહેલા બે મોકા ગુમાવ્યા હતા. જ્યારે ગોલકીપર ગુરપ્રીત સિંઘે અંતિમ પેનલ્ટી રોકીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. શૂટઆઉટમાં ભારત તરફથી લાલિયાનજુઆલા છાંગટે, રાહુલ ભેકે અને જિતિને ગોલ કર્યા હતા. જ્યારે અનવર અલી અને ઉદાંતા સિંહ ચૂકી ગયા હતા. ભારતીય ફૂટબોલ ટીમે 2000 પછીથી ઓમાન સામે 9માંથી 6 મેચ ગુમાવી હતી. બાકીની ત્રણ ડ્રો રહ્યા હતા. હવે ઓમાન સામે પહેલી જીત નોંધાવી છે.  

Panchang

dd