દુબઇ, તા. 9 : બોલરોના જોરદાર પ્રદર્શનની
મદદથી અફઘાનિસ્તાને એશિયા કપ ગ્રુપ બી મેચમાં હોંગકોંગને 94 રનથી હરાવીને વિજયી શરૂઆત કરી
હતી. અફઘાનિસ્તાને સિદ્દિકુલ્લાહ અટલ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની અડધી સદીની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હોંગકોંગની
ટીમ 100 રન પણ બનાવી શકી ન હતી અને
20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર
94 રન જ બનાવી શકી હતી અને મોટી
હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ ટી-20માં રનની દ્રષ્ટિએ કોઈપણ ટીમનો આ ત્રીજો સૌથી મોટો વિજય છે.
હોંગકોંગે પહેલા ઓપનર અંશુમન રથની વિકેટ ગુમાવી હતી,
જે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આ પછી અઝમતુલ્લાહે ઝીશાન અલીને
આઉટ કર્યો હતો, ત્યારબાદ નિઝાકત ખાન રન આઉટ થયો હતો, તો કલ્હાન ચલ્લુ પણ ચાર રન બનાવીને રન આઉટ થયો હતો. બાબરે કાંચિંત શાહ સાથે
મળીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો અને બંનેએ પાંચમી વિકેટ માટે 21 રન ઉમેર્યા, પરંતુ નૂર અહેમદે કાંચિંતને આઉટ કરીને હોંગકોંગને
બીજો ઝટકો આપ્યો હતો. કિંચિત છ રન બનાવીને આઉટ થયો. હોંગકોંગને છઠ્ઠો ફટકો બાબર હયાતના
રૂપમાં લાગ્યો હતો, જે 43 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી
39 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાન માટે ફઝલહક
ફારૂકી અને ગુલબદીન નાયબે બે-બે વિકેટ લીધી, જ્યારે અઝમતુલ્લાહ
ઓમરઝાઈ, રાશિદ ખાન અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી. અગાઉ એશિયા
કપની પ્રારંભિક મેચમાં બિન અનુભવી ટીમ હોંગકોંગ વિરુદ્ધ અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 188 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ધીમી શરૂઆત બાદ અફઘાનિસ્તાને
આખરી પ ઓવરમાં 78 રનનો ઉમેરો કર્યો હતો. અફઘાનિસ્તાન
તરફથી ઓપનર સેદિકુલ્લાહ અટલે પ2 દડામાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાથી અણનમ 73 રનની એન્કર ઇનિંગ્સ રમી હતી, જ્યારે ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઇએ 21 દડામાં 2 ચોગ્ગા અને પ છગ્ગાથી પ3 રનની આતશી ઇનિંગ્સ રમી હતી. આ બન્ને વચ્ચે
પાંચમી વિકેટમાં 3પ દડામાં
82 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
આ સિવાય મોહમ્મદ નબીએ 26 દડામાં 33 રનનું યોગદાન આપ્યું હતું.
ગુરબાજ (8), ઝારદાન (1) અને નઇબ (પ) નિષ્ફળ રહ્યા હતા.
હોંગકોંગ તરફથી આયુષ શુકલાએ પ4 રનમાં 2 અને કિચિંત શાહે 24 રનમાં 2 વિકેટ લીધી હતી.