• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

અંજાર નગરપાલિકા દ્વારા રોડને નડતરરૂપ 10 દબાણો હટાવાયા

અંજાર, તા. 9 : અંજાર નગરપાલિકા દ્વારા શહેર ના દેવળિયા નાકા થી ચિત્રકુટ સુધીના રોડને આઈકોનીક રોડ બનાવવાની કામગીરીમાં નડતર રૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા નગરપાલિકાની આ દબાણ હટાવ ઝુંબેશના ભાગ રૂપે અગાઉ કુલ 36 દબાણકારો ને નોટિસ પાઠવવામાં આવી હતી. જેના ભાગરૂપે 23 એ પોતાના દબાણો સ્વયંભૂ રીતે દૂર કર્યા હતા. તો 10 જેટલા દબાણોને અજાર સુધરાઈ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.જેમા શહેરના વિવિધ વિસ્તારો  જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેવળિયા નાકા, કે કે એમ એસ હાઇસ્કૂલ પાસે ચિત્રકૂટ સર્કલ, બસ સ્ટેશન વિસ્તાર, ખડીયા તળાવ વિસ્તાર અને પ્રાત કયેરી વિસ્તાર સહિતના માર્ગો અને ફૂટપાથ પરના કાયા લારી અને કેબિન રૂપી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જોકે આ ઝુંબેશને લઈને અનેક નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.અને નગરપાલિકા દ્વારા માત્ર નાના વેપારીઓ અને ગરીબ લોકોના ધંધાર્થે ના કાચા દબાણો જ શા માટે દૂર કરવામાં આવે છે તેવા સવાલો પણ લોકોએ ઉઠાવ્યા હતા. જ્યારે ઘણા લોકો એ દબાણ હટાવવાની કામગીરીની જેમ જ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા અને રોડ રસ્તા ની રિપેર કરી ખાડાઓ દૂર કરવાની કામગીરી પર પણ ધ્યાન આપવા કહ્યું હતું અને ઘણા સમયથી રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું આક્રોશ સાથે જણાવેલ હતું.અજાર સુધરાઈ દ્વારા શહેર ના જુદા જુદા જાહેર વિસ્તારો માં દબાણકર્તાઓ ને નોટિસ આપીને સ્વેચ્છાએ જ દબાણો હટાવી લેવા જણાવ્યું છે અન્યથા તંત્ર દ્વારા આગામી દિવસો મા તે દબાણો ને દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું છે  અંજાર સુધરાઇ દ્વારા દબાણ હટાવની કામગીરી માં અજાર નગરપાલિકા ના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા ના માર્ગદર્શન હેઠળ જીતુભાઇ જોષી, તેજપાલભાઇ લોચાણી, વિનોદભાઇ શામળીયા. અનીલભાઇ ત્રિપાઠી, રજાક બાયડ, મામદ કુંભાર, વાલજીભાઇ મકવાણા સહિતની કર્મચારીઓ ની ટીમ પોલીસ બદોબસ્ત સાથે આ કામગીરી માં જોડાઇ હતી.  

Panchang

dd