ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના વરણુ ગામમાં
મહિલાના કૂવામાં પડી જવાના પ્રકરણમાં બે શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વરણુમાં
વરણેશ્વર દાદાના મંદિરની પાછળ આવેલા કૂવામાં પડી જતાં સતીબેન વાવિયાનું મોત થયું હતું.
આ બનાવ અંગે નીલપર ગામના પ્રવીણ અરજણ કોળી તથા ભરત અરજણ કોળી નામના શખ્સો સામે ગુનો
નોંધાયો હતો. આ શખ્સો મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવા ફોન કરતા હતા.
વારંવાર ફોન કરી મહિલાની પજવણી કરતા તેમના ત્રાસથી કંટાળી આધેડ મહિલાએ કૂવામાં ઝંપલાવ્યું
હતું. આ બંને શખ્સ સામે ભરત કાનજી વાવિયા (પટેલ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની
તપાસ પોલીસે હાથ ધરી છે.