• બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

ગાંધીધામ સંકુલમાં 70 ટકાથી વધુ માર્ગો ઉપર ખાડા

ગાંધીધામ, તા. 9 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં 370 કિલોમીટર થી વધુનું રોડ નેટવર્ક છે. નબળી ગુણવત્તાનની સામગ્રી અને દેખરેખ ના અભાવે બનેલા માર્ગો તૂટી ગયા છે સંકુલના લગભગ 70 ટકા થી વધુ માર્ગો ઉપર ખાડાઓ છે જે આગાહી દરમિયાન પડેલા વરસાદમાં લોકો માટે રીતસર મુસીબત બની ગયા હતા જોડિયા શહેરો જળબંબાકાર હતા અને માર્ગો ઉપરના ખાડા લોકો અને વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયા હતા. અનેક અકસ્માતો સર્જાયા છે સદનસીબે જાનહાની થઈ નથી. પરંતુ વરસાદના વિરામ સમયે તંત્રએ વિશ્રામ કરતા બે દિવસ દરમિયાન લોકોએ જે મુશ્કેલીઓ વેઠી છે તેનો આક્રોશ સામે આવી રહ્યો છે. તંત્ર તેને ભાપી ગયું હોવાથી સક્રિયતા જોવા મળી રહી છે. ગાંધીધામ સંકુલના લગભગ 90 કિલોમીટર થી વધુ ના માર્ગોનું રી સરફાસિંગ કરવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. પાણી નિકાલની વ્યવસ્થા નથી એટલે નબળી ગુણવત્તાની સામગ્રી થી બનેલા ડામર રોડ તૂટી ગયા છે.લગભગ 70 ટકા થી વધુ માર્ગો ઉપર મોટા મોટા ખાડાઓ પડ્યા છે. ખરેખર તો વરસાદ જ્યારે વિરામ લીધો હતો ત્યારે મલબો નાખવાની તેમજ પેચવર્ક ની કામગીરી કરવાની જરૂરિયાત હતી પરંતુ મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ ગંભીર બેદરકારી દાખવી છે અને માર્ગોના નવીનીકરણનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું રટણ કર્યું તેના કારણે જે બે દિવસમાં ભારે વરસાદની આગાહી આવી હતી અને દરમિયાન પડેલા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાથી તો લોકો પરેશાન હતા જ પરંતુ તેનાથી વધુ માર્ગો ઉપરના ખાડા લોકો માટે મુસીબત બન્યા હતા. કમિશનર ખુદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ કરવાના નીકળ્યા હતા ત્યારે તેમને પણ માર્ગો ઉપરની સ્થિતિ ધ્યાને આવી હતી. જ્યારે વરસાદનો વિરામ હતો ત્યારે મલબો નાખવાનું કામ અને ડામરના પેચવર્કની કામગીરી કરવામાં આવી હોત તો કદાચ લોકો ને મુશ્કેલીઓથી રાહત જરૂર મળત તેવું લોકો કહી રહ્યા છે. હાલના સમય વહીવટી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડામરના માર્ગોનું રીસર્ફાસિંગ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માર્ગો ઉપરથી પાણી ઉતરે અને ખાડાઓ સુકાય તે પછી કામગીરી થઈ શકે તેવી સંભાવના છે હાલ પહેલા તો જે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાંથી તેનો નિકાલ કરવાની દિશામાં કાર્યવાહી થાય તે જરૂરી છે.- લોકો સુરક્ષાઓ માટે ખાડાઓમાં ઝંડીઓ લગાવી : ગાંધીધામ આદિપુરના મુખ્ય માર્ગો ઉપર મોટા મોટા ખાડાઓ છે તેમાં સીધા વાહનો ટકરાય છે એટલે લોકોને શારીરિક અને વાહનોમાં સાધનિક નુકસાન પહોંચે છે ગંભીર અકસ્માતમાં કોઈનો જીવ ન જાય તે માટે લોકો ખુદ જાગૃત થયા છે અને મોટા મોટા ખાડાઓ ઉપર ઝંડીઓ લગાવી રહ્યા છે. શહેરના શિવાજી પાર્ક બગીચા રોડ, આદિપુર રામબાગ રોડ સહિતના અનેક માર્ગો ઉપર આવા નજારા જોવા મળી રહ્યા છે. - જીયુડીસી પાસે પેચવર્ક કરાવવામાં મનપા નિષ્ફળ : ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ગાંધીધામ આદિપુરમાં પાણી તેમજ ગટર લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે કામ પૂરું થયા પછી જમીન સમથળ કરી નથી , જે જગ્યા ઉપર જમીન બેસી ગઈ છે અગાઉ જે પેચ વર્ક કર્યા હતા તેની ગુણવત્તા નબળી હોવાથી ડામર ધોવાઈ ગયો છે . સૂચનાઓ આપી છે છતાં જી.યુ.ડી.સી  તંત્રને ગાંઠતું નથી. તંત્ર તેમની પાસે કામગીરી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે કમિશનર દ્વારા આ બાબતે પગલા ભરાય તે જરૂરી છે તેવી માંગ પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે.    

Panchang

dd