ગાંધીધામ, તા. 9 : તાલુકાના કિડાણા ગામના ઇસ્માઇલ
ઉર્ફે ઇસુડો ઇસ્માઇલ ચાવડા તથા તેના પુત્ર કાસમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડાને એક મહિના
પહેલાં કચ્છ તથા તેને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા તેમ છતાં
કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી વગર આ પિતા-પુત્ર પરત આવતાં તેમને પકડી પાડી બંને વિરુદ્ધ
અલાયદા ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.