મુંબઇ, તા.24 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ
કપ્તાન અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર બાયોપિક ફિલ્મ બનાવવાની તૈયારી
શરૂ થઇ ચૂકી છે. મુખ્ય ભૂમિકા ભજવનાર સહિત
બાકીના તમામ કલાકાર પણ ફાઇનલ થઇ ગયા છે. સૌરવ ગાંગુલીની ભૂમિકા પરદા પર રાજકુમાર રાવ
સાકાર કરશે. ખુદ ગાંગુલીએ રાજકુમાર રાવને પોતાની ભૂમિકા માટે શ્રેષ્ઠ પસંદગી બતાવી
છે. આ ફિલ્મ ડિસેમ્બર 2026માં સિનેમાઘરોમાં
આવશે. ફિલ્મનું નામ લગભગ બેંગાલ ટાઇગર અથવા પ્રિન્સ ઓફ બંગાળ હશે. શૂટિંગ જાન્યુઆરીથી
શરૂ થશે. આ ફિલ્મમાં લોર્ડસની બાલ્કનીવાળો આઇકોનિક સીન પણ જોવા મળશે. જેમાં ટીમ ઇન્ડિયાના
કપ્તાન સૌરવ ગાંગુલી ઇંગ્લેન્ડ સામેના વન ડે મેચની દિલધડક જીત બાદ ટી શર્ટ કાઢી હવામાં
લહેરાવે છે. આ જાણકારી ખુદ ગાંગુલીએ એક મુલાકાતમાં આપી છે. ગાંગુલીના નામે ઇન્ટરનેશનલ
ક્રિકેટમાં 38 સદીથી કુલ 18પ7પ રન છે. રાજકુમાર રાવ આ પહેલા મિસ્ટર અને મિસિસ માહીમાં ક્રિકેટર
અને કોચની ભૂમિકા ભજવી ચૂક્યો છે.