• બુધવાર, 25 જૂન, 2025

રાપરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 24 : રાપરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 2910 જપ્ત કર્યા હતા. જ્યારે એક શખ્સ સાબૂના ગોટાની જેમ સરકી ગયો હતો. રાપરના ગઢેડીધર વિસ્તારમાં સાવલા શોપિંગ કોમ્પ્લેક્ષ પાછળ ખુલ્લામાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે ચારેય બાજુથી કોર્ડન કરી લઇ અહીં પત્તા ટીંચતા રફીક સુમાર કુંભાર અને લતિફ સંગ્રામજી સમાને પકડી પાડયા હતા, જ્યારે રફીક બાપુજી સમા નામનો શખ્સ પોલીસના હાથમાથી સાબૂના ગોટાની જેમ સરકી ગયો હતો. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 2910 જપ્ત કરવામાં આવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd