ગાંધીધામ, તા. 24 : રાપરના સણવામાં ખેતરનાં વાવેતર
મુદ્દે ચાર શખ્સે ધારિયા, લાકડી વડે
હુમલો કરતાં બે ભાઇઓને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. નાગતર (સણવા)માં રહેનાર ફરિયાદી
વેલા બાલા છગન કોળી (અખિયાણી) અને તેમના નાનાભાઇ જેમલભાઇ ગત તા. 22-6ના સાંજે ઘરે હતા ત્યારે ભીખુ
અજા, ભરત અજા, અજા ભૂરા અને
કાના અજા કોળી ત્યાં આવી તારા ભત્રીજા ભરતને કહે જે ભાગીયું મૂકી દે તેમ કહી ગાળાગાળી
કરી હતી અને બાદમાં ઉશ્કેરાઇને આ બંને આધેડ ભાઇઓ ઉપર ધારિયા અને લાકડી વડે માર માર્યો
હતો. ઘવાયેલા બંને આધેડને પ્રથમ લાકડિયા અને વધુ સારવાર અર્થે રાધનપુર લઇ જવાયા હતા
જ્યાં બંનેને અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ
નોંધી આગળની તપાસ હાથ ધરી છે.