• બુધવાર, 25 જૂન, 2025

ભુજ : કચ્છ યુનિ.સામેથી અજાણ્યા પુરુષની લાશ મળી

ભુજ, તા. 24 : આજે સાંજે  ભુજમાં  કચ્છ યુનિવર્સિટીની સામે બાવળોમાં અંદાજે 45 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી હતી. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે અને જી.કે. જનરલ હોસ્પિટલની એમએલસી પરથી મળેલી વિગતો  મુજબ કચ્છ યુનિ. પાસે દુકાન ધરાવતા રાજદીપસિંહ ગોહિલને જાણ થઇ કે, સામેના પીડબલ્યુડીના વાડા પાસે બાવળોમાં કોઇ અજાણ્યા પુરુષનો મૃતદેહ પડયો છે. આથી તેમણે એ-ડિવિઝન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી  માટે લાશને જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતકની ઓળખ જાણવા મૃત્યુ પાછળના કારણો શોધવા છાનબીન આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd