• બુધવાર, 25 જૂન, 2025

પીએફમાંથી સામટા પાંચ લાખ ઉપાડી શકાશે

નવી દિલ્હી, તા.24 : હવે પ્રોવિડન્ટ ફન્ડ (પીએફ) ધારક પોતાના ખાતામાંથી તાકીદની સ્થિતિ અથવા જરૂરતના સમયમાં એકસામટા પાંચ લાખ રૂા.નો ઉપાડ કરી શકશે. પહેલાં આ મર્યાદા એક લાખ રૂા.ના ઉપાડની હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે આ જાણકારી આપી હતી. આ પહેલાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાબરાએ ગત 28 માર્ચના શ્રીનગરમાં યોજાયેલી કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ની કાર્યકારી સમિતિની 113મી બેઠકમાં આ પ્રસ્તાવને પસાર કર્યો હતો. કર્મચારીઓની પાંચ લાખ રૂપિયા સુધીની રકમ ઓટો સેટલમેન્ટ હેઠળ નીકળશે એટલે કે ભંડોળ કાઢવા માટે ઈપીએફઓ અધિકારીઓની તપાસની જરૂર રહેશે નહીં. આ પ્રક્રિયામાં સિસ્ટમ જાતે જ તેને મંજૂરી આપશે. ઓટો સેટલમેન્ટ યંત્રણામાં પીએફ ઉપાડવાના દાવાને સિસ્ટમ સ્વયંચાલિત રીતે ચકાસીને તેને મંજૂર કરતી હોય છે અને સમગ્ર  પ્રક્રિયામાં માનવ દખલ બહુ  ઓછી અથવા બિલકુલ હોતી નથી. આ પ્રક્રિયા ઘણી ઝડપી હોય છે કેમકે તે સંપૂર્ણ રીતે ઓનલાઈન અને આઈટી યંત્રણા આધારિત હોય છે અને આ પ્રક્રિયામાં રકમ ઉપાડવાની મંજૂરી માત્ર ત્રણ કે ચાર દિવસમાં મળી જતી હોય છે. ઈપીએફઓએ મેડિકલ, શિક્ષણ, લગ્ન અથવા મકાન જેવા કારણોસર રકમના ઉપાડ માટે ઓટો સેટલમેન્ટની ખાસ સુવિધા શરૂ કરી છે. દરમ્યાન, મીડિયા અહેવાલો મુજબ ઈપીએફઓ 3.0ના મુસદ્દા હેઠળ કર્મચારીઓને ટૂંક સમયમાં એટીએમ અને યુપીઆઈ દ્વારા પીએફની રકમ ઉપાડવાની સુવિધા પણ મળી શકે છે. આ માટે પીએફ ધારકોને એટીએમ કાર્ડ જેવો જ વિડ્રોઅલ કાર્ડ આપવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd