ગોલ (શ્રીલંકા) તા. 17 : કપ્તાન નઝમૂલ હસન શાંતો અને અનુભવી બેટધર મુશફીકુર રહેમાનની
અણનમ સદીની મદદથી શ્રીલંકા સામેના પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે બાંગલાદેશે 90 ઓવરમાં ત્રણ વિકેટે 292 રન કરી મક્કમ શરૂઆત કરી હતી.
કપ્તાન શાંતો 260 દડામાં 14 ચોગ્ગા અને એક છગ્ગાથી 136 રને નોટઆઉટ રહ્યો હતો. આ તેની
ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી છે. જયારે 38 વર્ષીય મુશફીકુર રહેમાન 186 દડામાં પાંચ ચોગ્ગાથી 10પ રને અણનમ રહ્યો હતો. આ બંનેએ શ્રીલંકાના તમામ બોલરોને હંફાવીને
ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 443 દડામાં 247 રનનો કર્યો છે. બાંગલાદેશે
ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. બંને ઓપનર શાદમાન ઇસ્લામ (14) અને અનામૂલ હક (0) નિષ્ફળ રહ્યા હતા. મોમિનૂલ
હક પણ 29 રને આઉટ થયો હતો. શ્રીલંકા
તરફથી ટી. રત્નાયકે બે અને અસિથા ફરનાન્ડોએ એક વિકેટ લીધી હતી.