નવી દિલ્હી, તા.16: હેડ
કોચ ગૌતમ ગંભીર મંગળવારે ઇંગ્લેન્ડ પહોંચશે અને ટીમ ઇન્ડિયા સાથે ફરી જોડાઈ જશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ લીડસમાં શુક્રવારથી શરૂ થઇ રહી છે. માતાને
હોસ્પિટલમાં દાખલ કરાતા કોચ ગંભીર 11 જૂનના ઇંગ્લેન્ડથી દિલ્હી પરત
ફર્યાં હતા. આ દરમિયાન ભારતીય ટીમે ઇન્ડિયા એ વિરુદ્ધ ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમી
હતી. આથી તેમની અનુપસ્થિતિમાં બેટિંગ કોચ સિંતાશુ કોટક અને બોલિંગ કોચ મોર્ને
મોર્કલે જવાબદારી સંભાળી હતી. કોચ ગૌતમ ગંભીરના માતાની તબિયત હવે સારી છે. આથી તેઓ
દિલ્હીથી આજે ઇંગ્લેન્ડ જવા રવાના થશે અને મંગળવારે લીડસ પહોંચીને ટીમ ઇન્ડિયા
સાથે જોડાઇ જશે.