લંડન તા.16: બે
સંતાનની માતા અને બિન ક્રમાંકિત ખેલાડી જર્મનીની 37 વર્ષીય ખેલાડી તાત્યાના મારિયાએ
અપસેટ સર્જીને કવીન્સ કલબ ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો
છે. આ ટૂર્નામેન્ટ ગ્રાંડસ્લેમ વિમ્બલ્ડનની તૈયારી માટે રમાઇ છે. મારિયાએ ફાઇનલમાં
અમેરિકી ખેલાડી અમાંડા એનિસિમોવાને 6-3 અને 6-4થી હાર
આપી ખિતાબ કબજે કર્યો હતો. મારિયા પાછલા પ વર્ષમાં કોઇ પણ ટૂર્નામેન્ટમાં
સિંગલ્સનો ખિતાબ જીતનારી ટેનિસની પહેલી ખેલાડી છે. આ પહેલા 2020માં
સેરેના વિલિયમ્સે 38 વર્ષની ઉંમરે ઓકલેન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો. તાત્યાના
મારિયાએ કવીન્સ કલબ ઓપનના કવાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની એલિના રિબાકીના અને ત્રીજા
રાઉન્ડમાં છઠ્ઠા ક્રમની કેરોલિના મૂચોવાને પરાજય આપ્યા હતા.