• બુધવાર, 18 જૂન, 2025

યુવી, હરભજન, રૈનાની પૂછપરછ

નવી દિલ્હી, તા. 17 : ઓનલાઈન સટ્ટાબાજીને ઉત્તેજન આપતી એક ગેરકાયદે એપ્સના પ્રચારમાં નામ બહાર આવતાં પૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજસિંહ, હરભજનસિંહ તેમજ સુરેશ રૈના મુશ્કેલીમાં મુકાયા છે. 1એક્સબેટ જેવા પ્રતિબંધિત પ્લેટફોર્મને પ્રમોટ કરવામાં યુવી, ભજ્જી, રૈના ઉપરાંત બોલીવૂડ કલાકારો સોનુ સૂદ, ઉર્વશી રૈતેલાનું નામ પણ ખૂલ્યું છે અને ઈડી તમામની પૂછપરછ કરી  રહી છે. ઈડીના જણાવ્યા અનુસાર આ પ્લેટફોર્મ વિજ્ઞાપનો અને અન્ય ખોટી પદ્ધતિઓથી લોકોને ફસાવી રહી છે. 1એક્સબેટ અનેક જાણીતી વ્યક્તિઓ સાથે મળીને મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડી કરી રહી છે.અહેવાલોમાં કરાયેલા દાવા મુજબ આ પ્લેટફોર્મ 1એક્સબેટનાં નામે સટ્ટાબાજી કરે છે. તે વેબ લિન્ક અને ક્યુઆર કોડ થકી વપરાશકારોને સટ્ટાબાજીની સાઈટ પર મોકલવાનું કામ કરે છે અને ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. આવાં પ્લેટફોર્મ પોતાને કૈશલ્ય આધારિત રમતનું માધ્યમ બતાવે છે, પણ તે એક ખોટી રીતે કામ કરતા અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. યુવરાજ, હરભજન અને રૈનાએ આ પ્લેટફોર્મને પ્રમોટ કર્યું છે. પ્રચાર માટે વિવિધ કંપનીઓને રૂા. 50 કરોડ ફાળવાયા હતા. ઇડીએ હરભજન, યુવરાજ અને ઊર્વશીની પૂછપરછ કરી હોવાના અહેવાલ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd