• બુધવાર, 18 જૂન, 2025

સ્મૃતિ મંધાના છ વર્ષ પછી ફરી નંબર વન બેટર

દુબઇ, તા. 17 : ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના નવા આઇસીસી વન-ડે બેટિંગ ક્રમાંકમાં ફરી ટોચના સ્થાને પહોંચી છે. સ્મૃતિ મંધાના વર્ષ 2019 બાદ ફરી મહિલા વન-ડે બેટિંગ ક્રમાંકમાં નંબર વન બેટર બની છે. આઇસીસીએ આજે મહિલા વન -ડે ક્રમાંક ફેરફાર સાથે જાહેર કર્યા છે, જેમાં દ. આફ્રિકી બેટર અને કેપ્ટન લોરા વુલફાર્ટને 19 પોઇન્ટનું નુકસાન થયું છે, જેનો ફાયદો મંધાનાને થયો છે અને તે બીજા નંબર પરથી પહેલા નંબર પર આવી ગઇ છે. તેણીએ 6 વર્ષ પછી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સ્મૃતિ પાછલા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકા - આફ્રિકા સાથેની ત્રિકોણીય શ્રેણીમાં તેણે સદી ફટકારી હતી. આ સદીને લીધે સ્મૃતિને નંબર વન પર પહોંચવાનો ફાયદો મળ્યો છે. લોરા વુલફાર્ટ હવે ઇંગ્લેન્ડની નેટ સીવર બ્રંટ સાથે સંયુક્તરૂપે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડની સોફી એકલેસટન હજુ પણ વન-ડેની નંબર વન બોલર છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd