• બુધવાર, 18 જૂન, 2025

ભચાઉ શહેર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદથી આનંદ

ભચાઉતા. 17 : સમગ્ર કચ્છની સાથે ભચાઉ શહેર તાલુકામાં પણ  વરસાદની સાર્વત્રિક હાજરી રહી હતી. તાલુકામાં વીજ શોકથી પશુના પોત નીપજ્યાનો બનાવ બનતા અરેરાટી પ્રસરી હતી. ગઈકાલ રાત થી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ  શરૂ થયો હસ્યું આજે સાંજે સાત વાગ્યાં સુધી ત્રણ ઇંચ  જેટલો વરસાદ પડી ગયો છે. ગત રાત થી સવાર સુધી 14 મિલિમીટર પડ્યો હતૉ.આજે બપોરે બે થી ચાર   વાગ્યા વચ્ચે 23 મિ.મી. સાંજે ચાર થી વચ્ચે 27 મિલિમીટર વરસાદ પડ્યો હતો. સાંજે વધુ 6 એમ એમ સાથે  કુલ ત્રણ ઇંચ  વરસાદ પડ્યો  હતો. સામખિયાળીમાં રસ્તા નું ગોકળ ગાય ગતિએ કામ ચાલી રહ્યું છે. આજે  વરસાદને કારણે પાણી ભરાઈ જતા  ખાડાનો લોકોને ખ્યાલ રહ્યો હતો  વાહનો ખાડામાં ફસાયા હતા. માર્ગના ધીમી ગતિએ ચાલતા કામને કારણે ટ્રાફિક જામ સર્જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી જોગ અતિ ઉપયોગી વરસાદ પડ્તા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. જુના કટારીયા નવા કટારીયા, નારણસરી મોડપર લગધીરગઢ તરફ એક થી દોઢ ઇંચ પડ્યો હોવાનું  કટારીયા માનસ હનુમંત ધામ ના ભાનુપ્રસાદ રાજગોર જણાવ્યું હતું, રામેશ્વર નગર, ચોપડવા, લુણવા મા બે ઇંચ વરસાદ ને પગલે ગુણાતીત પૂર ના તળાવ મા નવા નીર આવ્યા  હોવાના અહેવાલો સાંપડ્યા હતાં  સિકરા, કુંભારડી, અમરડી પટી મા સાચરચારો દોઢેક ઇંચ પડ્યાનું સિકરા સરપંચ દિનેશભાઇ પરબતભાઇ ચમારિયા જણાવ્યું હતું શિકારપુર વિસ્તાર મા પણ મેંઘ સવારી થકી ખેડૂતો મા ખુશી ફેલાઈ હોવાનું. એવું કુલદીપાસિંહ, ભાણુભા જણાવ્યું હતુંચોપડવા વાડી વિસ્તાર થી રણધીર ધમાભાઈ સારા વરસાદની માહિતી આપી હતી. આધોઇ પંથક ના વેપારી મંડળ પ્રમુખ ભીમજીભાઈ પટેલે વિસ્તાર ના ઘરાણા, વામકા વગેરે ગામોમાં વરસાદ વરસ્યો  હોવાનું કહ્યું હતુંલખાવટ માય, બંધડી મેઘપર. સહીત ના રણ વિસ્તાર ના ગામડાઓ મા આનંદ આપનાર વરસાદ પડ્યો હતો. ભચાઉ તાલુકાના સામખિયાળી માં વિસ્તારના વીજતારના  સંપર્કમાં આવી જવાથી ચાર ભેંસ અને એક પાડીનું મૃત્યુ થયું હતું. પૂર્વ સરપંચ અમરા ભીમા બાળા ની માલિકીની ભેસોનું મરણ થતાં વીજ તંત્રને જાણ કરાઈ હતી. ગત વર્ષે પણ વરસાદમાં ત્રણ આખલા અને એક ગાયનું સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. વિચિત્ર અવારનવાર થતાં પશુઓના મોત મામલે ગંભીરતા દાખવી સમારકામ હાથ ધરે તેવી લાગણી ગ્રામજનો વ્યક્ત કરી હતીનેરમાં દોઢ ઇંચ વરસાદ પડયો હોવાનું પાબુદાદા મંદિરના મહંત દેવશીભાઇ રબારીએ કહ્યું હતું. કડોલ ડોરીધામના મહંત  પચાણભાઇ રબારીએ સારો વરસાદ પડયો હોવાનું જણાવ્યું હતું

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd