• શુક્રવાર, 31 જુલાઈ, 2026

મુંદરા તા. રાજપૂત (ક્ષત્રિય) સમાજ કરશે શિક્ષણ પાછળ મહત્તમ સહાય પ્રવૃત્તિઓ

મુંદરા, તા. 30 : મુંદરા તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા રાજપૂત સમાજ ભવન ખાતે 10મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં સમાજના ભાઈઓ-બહેનો, વાલીઓ અને આગેવાનોએ મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં સમાજનું ગૌરવ વધારનારા 10થી વધુ વિશિષ્ટ પ્રતિભાશાળીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટી મહેન્દ્રાસિંહ પી. જાડેજા `જામ'એ સર્વેનું  સ્વાગત કરતાં જણાવ્યું કે, આજના હરીફાઈના યુગમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરવાની સાથે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ. શિક્ષણ સમિતિના મનહરાસિંહ ઝાલાએ કાર્યક્રમની રૂપરેખા, ઉદ્દેશો અને તેની અગત્યતા અંગે માહિતી આપી હતી. મુંદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરાસિંહ પરમારે વાલી તરીકે પોતાના સંતાનોને તેમની રૂચિ અને ક્ષમતા મુજબનાં ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુંદરા તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજના પ્રમુખ દિલાવરાસિંહ બાપુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સમાજનું ભંડોળ  રૂા. ચાર  લાખમાંથી વધીને આજે અંદાજે રૂા. 90 લાખ સુધી પહોંચ્યું છે, જેમાંથી અંદાજે 50 ટકા રકમ શિક્ષણ માટે અનામત રાખી તેના વ્યાજમાંથી જરૂરિયાતમંદ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, શૈક્ષણિક સહાય, કાચિંગ ક્લાસ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આ માટેની જરૂરી કામગીરી અને જવાબદારી સમાજની શિક્ષણ સમિતિને સોંપવામાં આવશે. આ પ્રસંગે કાયમી ટ્રસ્ટી મહોબતાસિંહ જાડેજા, ટ્રસ્ટીઓ ભગવતાસિંહ પરમાર અને મહીપતાસિંહ જાડેજા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સમાજવાડીના મેનેજર કનુભા જાડેજા તથા સહમંત્રી હેતુભા જાડેજાએ સંભાળી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન કિશોરાસિંહ ચુડાસમા, કૃપાલાસિંહ ઝાલા અને શિક્ષણ સમિતિના સભ્યોએ કર્યું હતું. 

Panchang

dd