• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ભુજમાં ક્લાસિકલ ગીતોની `સૂરમઈ શામ'માં સંગીતપ્રેમીઓ ઝુમ્યા

ભુજ, તા. 29 : અહીંના જાગૃતિ વીડિયો ફિલ્મના માલિક તેમજ જૂના ક્લાસિકલ ગીતોના  સંગીતપ્રેમી હરિભાઈ ગોર દ્વારા તાજેતરમાં `સૂરમઈ શામ-4' સંગીત સંધ્યાનું આયોજન  કરાયું હતું. આ સંગીત સંધ્યામાં દિલ્હીની કુ. ઇન્દુ ઠાકુર `વોઇસ ઓફ લતા મંગેશકર-આશા ભોંસલે', વડોદરાના ગિરીશ કવિશ્વર `વોઇસ ઓફ મહમદ રફી,' પ્રકાશભાઈ ગોર `વોઇસ ઓફ કિશોરકુમાર,' મનીષભાઈ પલણ, ભુજના હર્ષદભાઈ દોશી `વોઈસ ઓફ રફી', જિજ્ઞાબેન ડાભી `વોઇસ ઓફ લતા મંગેશકર'1940થી 1990 સુધીના 35થી 40 ગીત રજૂ કરી લોકોને વરસાદની સિઝનમાં સંગીતથી ભીંજાવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા હરિભાઈ ગોર તેમજ દેવીબેન ગોર, મિતેશભાઈ ચૌહાણ તેમજ જ્યોતિબેન ચૌહાણના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અનિલભાઈ ગોર, વસંતભાઈ મહેતા મુંબઈ, જોરાવરાસિંહ રાઠોડ, શંકરભાઈ સચદે, જટુભા રાઠોડ, ભરતભાઈ પ્રજાપતિ-અંજારરાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર, વ્રજલાલભાઈ પટેલ, ઝવેરીલાલ સોનેજી, રસિકભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ગોસ્વામી-માધાપર, હરેશભાઈ પૂજારા, જગદીશ ભટ્ટ, અશોક માંડલિયા, નીતિન કેશવાણી, ધીરેન ગોર, જગદીશ ગોર, ભાવેશ ઠક્કર, ડો. અશોક ત્રિવેદી, રાજેશ ગોર, પ્રવીણ મોતા, ભરત સોની, રોહિત મકવાણા, બીમલ સિસોદિયા, હિતેશ જોશી, અમરાસિંહ જાડેજા તેમજ ભગીરથ ધોળકિયા  હાજર રહ્યા હતા. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, મેનેજર મુકેશભાઈ ધોળકિયાએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. કાલિંદી પ્રકાશ ગોર તેમજ સુધીર પાઠકે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. 

Panchang

dd