• શુક્રવાર, 31 જુલાઈ, 2026

સરકાર, સંસ્થા અને સમાજનું ત્રિવેણી સંગમ : ભુજોડી મંગલ મંદિર

નખત્રાણા, તા. 29 : ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલી મંગલ મંદિર સ્કૂલમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના પ્રયાસોથી બીકેટી કંપનીના સહયોગે 13.23 લાખના ખર્ચે બનેલા પ્રાર્થના હોલ માટેના શેડ તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી બનાવાયેલા ભોજનાલય શેડ તથા રાજ્યસભાના બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ દ્વારા ફાળવાયેલી રૂા. પાંચ લાખની ગ્રાન્ટમાંથી લગાવાયેલા ઇન્ટરલોકનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ કરતા મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે, ભુજોડીનાં આ વિદ્યાસંકુલને સરકાર સંસ્થા અને સમાજનો ત્રિવેણી સંગમરૂપી સહયોગ મળી રહ્યો છે અને રબારી સમાજ હવે શિક્ષણ સાથે કદમ મિલાવી આગળ ડગ માંડી રહ્યો છે. માંડણભાઈ રબારીએ ટ્રસ્ટની કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 1997થી આ સંસ્થા કાર્યરત છે, જેમાં સ્વ. પૂંજલભાઈ રબારી તથા સ્વ. મમુભાઈ રબારીનો અનેરો ફાળો છે. આ શાળામાં 300 જેટલા દીકરા અને દીકરી અભ્યાસ કરી રહ્યા છે. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરાભાઈ રબારી, બીકેટી કંપનીના દશરથાસિંહ ઝાલા, પ્રદેશ ભાજપ આગેવાન અરજણભાઈ રબારી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મશરૂભાઈ રબારી, કચ્છ જિલ્લા પંચાયત સદસ્યો કમાભાઈ રબારી, રમેશભાઈ ચાડ, હરિભાઈ જાટિયા, માકપટ રબારી સમાજ કાર્યકારી પ્રમુખ આશાભાઈ રબારી, વેલાભાઈ રબારી પ્રમુખ પશ્ચિમ કચ્છ એજ્યુકેશન ટ્રસ્ટ), હમીરભાઇ રબારી (ઉપપ્રમુખ મુંદરા તાલુકા પંચાયત), અશોકભાઈ બરાડિયા (પ્રમુખ ભુજ તાલુકા ભાજપ), શ્રી અનજારી (બીકેટી કંપની), જેશા ભોપા તેમજ મંગલ મંદિર સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજોડી અને માધાપર રબારી સમાજના આગેવાનો તેમજ મંગલ મંદિર વિદ્યાલયના ટ્રસ્ટીઓ મમુભાઈ રબારી, જેમલભાઈ રબારી, માંડણભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, વ્યવસ્થા રમેશભાઈ રબારી (સણોસરા), સંચાલન જેમલભાઈ રબારી તથા આભારવિધિ માંડણભાઈ રબારીએ કર્યા હતા. 

Panchang

dd