• શુક્રવાર, 31 જુલાઈ, 2026

સોશિયલ મીડિયા મારફત સગીરાની પજવણી : ત્રણ શખ્સ સામે ફરિયાદ

ભુજ, તા. 30 : હાથવગા મોબાઈલનો દુરોપયોગ અને સગીરાના હાથમાના મોબાઈલ થકી કેવી મુશ્કેલી આવી પડે છે તેનો દાખલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા મારફત સગીરાની પજવણી થતાં ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આજથી આશરે બે વર્ષ પહેલાંના બનાવ અંગે ગઈકાલે પદ્ધર પોલીસ મથકે વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને આરોપી સાહિલ અયુબ કકલ (રહે. ગંઢેર, તા. ભુજ)એ વીડિયો કોલ કરી ધમકી આપી અને ક્રીન રેકોર્ડિંગથી વીડિયો કોલ રેકોર્ડ કરીને આરોપી સાહિલ તેમજ ઈમરાન હાજી મીઠા, સુલતાન હાજી મીઠા (રહે. ત્રણે ગંઢેર)એ બિભત્સ માગણી કરી હતી. ઈમરાને પૈસાની માગણી કરી, ફરિયાદીની સગીર વયની દીકરીનો એડિટ કરેલો વીડિયો વાયરલ કરી એકબીજાની મદદાગારી કર્યાનું ફરિયાદમાં લખાવાયું છે. પદ્ધર પોલીસે પોકસો તથા આઈ.ટી. એક્ટ સહિતની કલમો તળે ગુનો  દાખલ કરી તપાસ પીઆઈ એ.ડી. ખાંટે હાથ ધરી છે. 

Panchang

dd