• શુક્રવાર, 31 જુલાઈ, 2026

રાપર નજીક મકાનમાંથી 6.21 લાખનો અંગ્રેજી શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 30 : રાપરના આથમણા નાકા પાલનપુર જતા માર્ગ પાસે આવેલા એક મકાનમાં એલ.સી.બી.એ છાપો મારી રૂા. 6,21,520નો દારૂ જપ્ત કર્યો હતો. જો કે, આરોપી ગેરહાજર મળ્યો હતો. રાપરના આથમણા નાકા પાલનપુર જતા માર્ગ પાસે રહેનાર પરબત વના ભરવાડ નામનો શખ્સ મકાનમાં દારૂ રાખીને વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ અહીં પહોંચી ત્યારે આરોપી ગેરહાજર હતો. તેના કબજાનાં મકાનની તપાસ કરતાં સંડાશ-બાથરૂમમાં તથા મકાન પાછળથી દારૂ મળી આવ્યો હતો. અહીંથી પોલીસે 8 પી.એમ. 750 મિ.લી.ની 72 બોટલ, ગ્રીન લેબલની 24 બોટલ, 8 પી.એમ.ના 768 ક્વાર્ટરિયા, આર.જે. ગ્રીનના 1344 ક્વાર્ટરિયા, મિડનાઇટ જામુન વોડકાના 48 ક્વાર્ટરિયા, વાઇટલેસ જામુન વોડકાના 144 ક્વાર્ટરિયા, 8 પી.એમ.ના 288 ક્વાર્ટરિયા, ગ્રીનલેબલ ધ રીચ બ્લેન્ડના 144 ક્વાર્ટરિયા તથા ગ્રીન લેબલ બ્લેન્ડર વ્હીસ્કીના 288 અને કિંગફિશર બિયરના 1176 ટીન એમ કુલ રૂા. 6,21,520નો શરાબ જપ્ત કરાયો હતો. આ દારૂ ક્યાંથી આવ્યો ? કોણ લાવ્યું હતું તે સહિતની વિગતો બહાર આવી નથી જે માટે હાથમાં ન આવેલા શખ્સને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. 

Panchang

dd