ભુજ, તા. 30 : નખત્રાણાની ઓ.સી.પી. માર્કેટમાં
ચાના સ્ટોલ પરથી પોલીસે નશાયુક્ત કેફી પીણાંની બોટલો કબજે કરી કાર્યવાહી કરી હતી. નખત્રાણા
પોલીસે આજે ખાનગી બાતમીના આધારે ઓ.સી.પી. માર્કેટમાં આવેલી શિવશક્તિ ટી સ્ટોલની દુકાનમાં
દરોડો પાડી નિકુલગિરિ કરશનગિરિ ગોસ્વામીને 400 એમ.એલ.ની 40 બોટલ અને
100 એમ.એલ.ની 10 બોટલ એમ કુલ્લે રૂા. 7500ના નશાયુક્ત કેફી પીણાં સાથે
ઝડપી લીધો હતો. આ કેફી પીણાં તેને ગઢશીશાનો વિમલસિંહ જાડેજા આપી ગયાનું જણાવતાં બંને
વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. આ ઉપરાંત પણ નખત્રાણા પોલીસે આ પ્રકારના
કેફીપીણા સાથે જયેશપુરી પ્રવીણપુરી ગુંસાઇ (રહે. નખત્રાણા) અને મોહમ્મદ જાવેદ અબ્દુલગની
ભટ્ટી (મંગવાણા)ને પણ 119 કેફીપીણાની
બોટલો કિં. રૂા. 17,8500ના
મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.