• શુક્રવાર, 31 જુલાઈ, 2026

આધોઇ નજીક હોટેલમાંથી પોષડેડા સાથે શખ્સની અટક

ગાંધીધામ, તા. 29 : સામખિયાળી-રાધનપુર હાઇવે લાકડિયા નજીક હોટેલમાંથી રૂા. 1605ના પોષડેડા સાથે એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. લાકડિયા નજીક ધોરીમાર્ગ પાસેની શ્રીરામ હરિયાણા હુડ્ડા હોટેલમાં માદક પદાર્થ વેચાતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી. આ હોટેલમાંથી સંચાલક એવા સમુંદરસિંઘ ઓમપ્રકાશ જાટ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તેમજ લાકડા રાખવાની જગ્યાએ રૂા. 1605નો 107 ગ્રામ પોષડેડાનો જથ્થો જપ્ત કરાયો હતો.  છેલ્લાં એકાદ વર્ષથી આ હોટેલનું સંચાલન કરનાર સમુંદરસિંઘ આ જથ્થો ડીસાથી કોઇ શખ્સ પાસેથી લઇ આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તે કોને-કોને વેચતો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd